ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે મહિલા રેસલર્સના યૌન શોષણ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હી પોલીસે કહ્યું કે મોનિટરિંગ કમિટીએ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા નથી. સમિતિએ નિર્ણય નહીં પણ ભલામણો આપી હતી. દિલ્હી પોલીસ 23 સપ્ટેમ્બરે બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપો પર ચર્ચા ચાલુ રાખશે. સુનાવણીની આગામી તારીખ 23 સપ્ટેમ્બર છે.
#WATCH | Former WFI president and BJP MP Brij Bhushan Sharan Singh arrived at Rouse Avenue Court in Delhi. pic.twitter.com/LxgaMZrTU2
— ANI (@ANI) September 16, 2023
અગાઉ 20 જુલાઈએ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને સહાયક સચિવ વિનોદ તોમરને જામીન આપ્યા હતા. સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષના વકીલો અને ફરિયાદીએ જામીન સામે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો પરંતુ જામીન આપતી વખતે શરતો લાદવાની વિનંતી કરી હતી. આ આદેશ રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) હરજીત સિંહ જસપાલે આપ્યો હતો.