દેશમાં દિવસે-દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે હવે કોરોનાની રસીને લઇને પણ અનેક સવાલો થઇ રહ્યા છે કોરોનાની રસી ક્યારે શોધવામાં આવશે અને ક્યારે આ મહામારી માથી આપણા દેશને છુટકારો મળશે, એ પ્રશ્ર્ન બધાને સતાવી રહ્યો છે.
ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી કે કોવિડ -19 રસી જુલાઈ-ઓગસ્ટ સુધીમાં હૈદરાબાદમાં તૈયાર થઈ શકે છે. સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડા પ્રધાન સાથેની વાતચીતમાં તેમણે આ માહિતી આપી.
મુખ્ય પ્રધાન કચેરી દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત મુજબ રાવે વડા પ્રધાનને કહ્યું હતું કે, “કોરોના વાયરસની રસી તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવી સંભાવના છે કે આપણા દેશમાં રસી તૈયાર થઈ જાય. હૈદરાબાદની કંપનીઓ આ માટે સખત મહેનત કરી રહી છે. સંભવ છે કે હૈદરાબાદમાં રસી જુલાઈ-ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જશે. જો રસી ઉપલબ્ધ થાય, તો તે પરિસ્થિતિને બદલવામાં મદદ કરશે.
નોંધનીય છે કે, ભારત બાયોટેકે તાજેતરમાં મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે કોવિડ -19 રસી પર કામ ચાલી રહ્યું છે. કેટલીક અન્ય કંપનીઓ પણ આવી જ કવાયતમાં રોકાયેલા છે.