ભારતમાં ફરી એકવાર કોરોનાએ ઉછાળો માર્યો છે. રોજે અનેક કેસ સામે આવી રહ્યા છે. જેને પગલે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે ભારત કોરોના સંક્રમણના છેલ્લા 24 કલાકમાં 12,781 નવા કેસો સામે આવ્યા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સોમવારે સવારે આવ્યા છે. તેની સાથે જ એક્ટિવ કેસ દેશમાં વધીને 76,700 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં તેમા 4226નો વધારો થયો છે. તો વળી આ સમયગાળામાં દેશમાં કોરોનાથી 18 લોકોના મોત પણ થયા છે. તેની સાથે જ દેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા વધીને અત્યાર સુધીમાં 5 લાખ 24 હજાર 873 થઈ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં દૈનિક સંક્રમણ દર વધીને 4.32 ટકાએ પહોંચી ગયો છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર હાલમાં પણ 2.62 ટકા છે. દેશમાં કોવિડ 19ના છેલ્લા સાત દિવસમાં લગભગ 80,000 નોંધાયા છે. જે છેલ્લા ચાર મહિનામાં સૌથી વધારે છે. તો વળી આ અગાઉના અઠવાડીયાની સરખામણીએ નવા કેસોમાં 62 ટકાનો વધારો નોંધાયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અ નુસાર છેલ્લા 24 કલાકમાં 8537 લોકો બિમારીમાંથી સાજા થઈ ગયા છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં કોવિડ વેક્સિના 196 કરોડથી પણ વધારે ડોઝ લગાવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,80,136 ડોઝ આપવામાં આવ્યા છે. ઉપરાંત 24 કલાકમાં 2,96,050 કોરોના ટેસ્ટ પણ કરાવામાં આવ્યા છે.