દેશભરમાં હાલ કોરોનાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. 21 દિવસનું લોકડાઉન પુર્ણ થયાબાદ તેને હવે 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર ફેક્ટરીઓમાં કામ કરવાની શિફ્ટમાં ફેરફાર કરે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. એક અગ્રણી સમાચાર પત્રના રિપોર્ટ અનુસાર 8 કલાકની શિફ્ટને વધારીને 12 કલાક કરવામાં આવી શકે છે.
સરકાર તેની સાથે જોડાયેલા નિયમ 1948ના કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના ચાલતા હાલના સમયમાં મજૂરોની સંખ્યા ઘટી ગઈ છે. જ્યારે રોજબરોજની ચીજવસ્તુઓની ડિમાન્ડમાં વધારો થયો છે. જેથી સરકાર તેમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. 12 કલાકની થઈ શકે છે સિફ્ટ – કાયદામાં નવો ફેરફાર કંપનીઓને શિફ્ટ વધારવાનો અધિકાર આપશે.
હાલના સમયમાં રોજ 8 કલાક જ કોઈને કામ કરાવી શકાય છે. જો આ પ્રસ્તાવ પર નિર્ણય થઈ જાય છે તો, રોજની 12 કલાકની શિફ્ટ થઈ શકે છે. અઠવાડીયામાં 6 દિવસ 72 કલાક સુધીની મંજૂરી હશે. જોકે, હાલ આ પ્રસ્તાવ પર મંત્રણા ચાલી રહી છે. જેથી 1948ના કાયદાનું સંશોધન કરવુ પડશે.
જોકે, એક જ અધિનિયમમાં ઓવરટાઈમની જોગવાઈ છે, જેનો ઉપયોગ 72 વર્ષથી ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ કરી રહી છે. પરંતુ સરકારનું માનવું છે કે, અસાધારણ પરિસ્થિતિમાં આવી કોઈ જોગવાઈ કરવી જોઈએ.