ચંદ્રયાન-3 લેન્ડિંગ લાઈવઃ ચંદ્રયાન-3 આજે સાંજે 6.4 વાગ્યે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરે તેવી શક્યતા છે. દેશભરના લોકો આ ક્ષણને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
ચંદ્રયાન-3ને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહ છે. દરેકની નજર વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહી છે. આજે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર ઉતરશે. ભારત માટે આ ઐતિહાસિક ક્ષણ હશે. આજે દુનિયાભરના લોકો ભારતના આ મિશન પર નજર રાખી રહ્યા છે. ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર અમેરિકા, ચીન અને અગાઉના સોવિયત સંઘ પછી ભારત ચોથો દેશ બનશે.