ચંદ્ર પર ચંદ્રયાન-3ના ઉતરાણની તારીખ બદલી શકાય છે. આ મામલે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરોનું નિવેદન સામે આવ્યું છે. ઈસરોએ કહ્યું છે કે ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરાણ 27 ઓગસ્ટ સુધી લંબાવી શકાય છે.
અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લીકેશન સેન્ટર-ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, ચંદ્રયાનના ચંદ્ર પર ઉતરાણના બે કલાક પહેલા અમે લેન્ડર અને ચંદ્રની સ્થિતિની સમીક્ષા કરીશું અને ત્યારબાદ લેન્ડરને ચંદ્ર પર ઉતારવા અંગે નિર્ણય લઈશું. ” જો અમને લાગે છે કે લેન્ડર અથવા ચંદ્રની સ્થિતિ લેન્ડિંગ માટે યોગ્ય નથી, તો અમે તેને 27 ઓગસ્ટ સુધી લંબાવીશું. અમે 23 ઓગસ્ટે લેન્ડરને લેન્ડ કરવાનો પ્રયાસ કરીશું.