દેશમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આજે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ PM મોદી કરશે. બેઠકમાં આર્થિક મામલાના મંત્રીમંડળની પણ બેઠક મળવાની છે.
જેમાં કોરોના સહિત અનેક મુદ્દાઓની ચર્ચા થશે. ખેડૂતોના પાકના ભાવને લઈને પણ ચર્ચા થશે.પીએમના નિવાસ સ્થાને મળનાર આ બેઠકમાં શેરડીના ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે. શેરડીના ખરીદ મુલ્યમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો કરવામાં આવે તેવી શક્યતા છે.
વાત કરીએ ગત વર્ષે આ ખરીદ મુલ્યમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત દેશના 3 એરપોર્ટને PPP ધોરણે વિકાસવવાની મંજૂરી પણ આ બેઠકમાં આપવામાં આવી શકે છે.આપણે સૌવ જાણીએ છે કે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તેવામાં આજે સંસદીય સમિતિની બેઠક પણ મળશે. આ બેઠકમાં AIIMSના નિર્દેશક રણદીપ ગુલેરિયા પણ હાજર રહેશે.
બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવાના ઉપાયો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં વધુ 65 હજારથી વધુ કેસ નોંધાયા છે. લોકો જીવ ગુમાવી રહ્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 27 લાખ 66 હજારથી વધુ નોંધાઈ ગયા છે.