ઇટાલી બાદ હવે અમેરિકામાં કોરોના વાઈરસથી સૌથી વધારે લોકો જીવ ગુમાવી રહ્યા છે. અહિ અત્યાર સુધી 20 હજારથી પણ વધારે લોકોનાં મોત થયા છે. દેશના આ ગંભીર માહોલમાં પેન્સિલવેનિયા રાજ્યના એક દાદીનો ફોટો વાઈરલ થઇ રહ્યો છે.
જાણવી દઈએ કે, થોડા દિવસ પહેલાં અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબગ શહેરના 93 વર્ષીય દાદીનો બિઅરની માગ કરતા હોય તેવો ફોટો વાઈરલ થયો હતો. ઓલિવ લોકડાઉનને લીધે ઘરમાં જ છે. સોમવારે કૂર્સ લાઈટ બિઅર કંપની સુધી ઓલિવનો ફોટો પહોચતા તેમણે ઓલિવના ઘરે 150 આઈસ કોલ્ડ બિઅર ડિલિવર કરી છે. તેમણે બોર્ડમાં ગોટ મોર બિઅર લખીને કંપનીનો આભાર માન્યો છે.
93 વર્ષીય ઓલિવ વેરોનેસી પેન્સિલવેનિયા રાજ્યના પિટ્સબગ શહેરના રહેવાસી છે. તેઓ ઘરમાં જ સેલ્ફ આઈસોલેશનમાં છે. ઓલિવનું માનવું છે કે, બિઅર પીવાથી તેઓ સ્ટ્રોંગ રહે છે. તેમને રોજ રાતે બિઅર પીવાની ટેવ છે, પણ તેમના ઘરે થોડી જ બિઅર વધી હતી. આથી તેમણે એક બોર્ડમાં મારે વધારે બિઅર જોઈએ છે એમ લખીને લોકોને મદદ કરવા માટે કહ્યું હતું. કોરોના વાઈરસના ડર વચ્ચે પણ આ દાદીની સ્માઈલે દરેકનું દિલ જીતી લીધું છે. ત્યારે તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો વાઈરલ થયો હતો.
તો બીજી બાજુ કંપનીના સ્પોક્સપર્સને જણાવ્યું કે, હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના ચહેરા પર સ્માઈલ લાવવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, તેવામાં અમે ઓલિવનો મેસેજ જોયો. કૂર્સ લાઈટના ફેનની મદદ કરવાની આ યોગ્ય તક હતી, અમે તેમના ઘરે 150 બિઅરના કેન મોકલ્યાં છે. મને આશા છે કે, લોકડાઉનમાં આ બિઅર ઓલિવનો સાથ આપશે.