કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે મણિપુર મુદ્દા પર વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભામાં મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ 2022 પર વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં બંને ગૃહોમાં વિપક્ષના નેતાઓને પત્ર લખ્યો છે કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે અને તેમને આ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા માટે અનુકૂળ વાતાવરણ બનાવવા વિનંતી કરી છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે મણિપુર મુદ્દા પર વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે લોકસભામાં મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઝ (સુધારા) બિલ 2022 પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે સરકાર મણિપુર મુદ્દે ચર્ચા માટે તૈયાર છે.
સરકાર ચર્ચા માટે તૈયાર છે – ગૃહમંત્રી શાહ
લોકસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેમણે બંને ગૃહોમાં વિપક્ષના નેતાઓને પત્ર લખ્યો છે કે સરકાર મણિપુર પર ચર્ચા માટે તૈયાર છે અને તેમને આ સંવેદનશીલ મુદ્દા પર ચર્ચા માટે અનુકૂળ વાતાવરણ બનાવવા વિનંતી કરી છે.
સરકાર નવી સહકારી નીતિ લાવશે – અમિત શાહ
તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ વર્ષે વિજયાદશમી અથવા દિવાળી પહેલા નવી સહકારી નીતિ લાવશું.