સ્ટોક માર્કેટ 5 જુલાઈ 2023 ના રોજ બંધ: છેલ્લા એક અઠવાડિયાથી, ભારતીય શેરબજારમાં ચાલી રહેલી તેજી પર બ્રેક લાગી છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ 220 અને નિફ્ટી 50 પોઈન્ટ લપસી ગયા હતા. પરંતુ કલાકોમાં નીચલા સ્તરેથી બજારમાં રિકવરી જોવા મળી હતી. આમ છતાં BSE સેન્સેક્સ 33 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 65,446 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.50 પોઈન્ટના ઉછાળા સાથે 19,398 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરોલ અપડેટ આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેર ઘટીને બંધ રહ્યા હતા. મિડ કેપ સેક્ટરના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. મિડ-કેપ શેરોમાં ખરીદીને કારણે તે 0.71 ટકા અથવા 252 પોઈન્ટના વધારા સાથે 36,024 પોઈન્ટ પર બંધ થયો હતો. સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.