ભારત સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સ અને સર્વરની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
આ પ્રતિબંધની શું અસર થશે
છેલ્લા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન), ઈલેક્ટ્રોનિક્સ આયાત, જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે, કુલ $19.7 બિલિયન હતી. જે ગત વર્ષની સરખામણીએ 6.25 ટકા વધુ છે. જોકે, આ પગલું ડેલ, એસર, સેમસંગ, પેનાસોનિક, એપલ, લેનોવો અને એચપી જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે. આ કંપનીઓ ભારતીય બજારમાં મુખ્ય ખેલાડીઓ છે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત પર આધાર રાખે છે.
આ અંકુશનો અર્થ શું છે
પ્રોડક્ટની આયાતને પ્રતિબંધિત કરવાનો અર્થ એ છે કે તેમની આયાત માટે લાઇસન્સ અથવા સરકારની પરવાનગી ફરજિયાત છે. આ ઉત્પાદનોની આયાતને માન્ય લાઇસન્સને આધીન પરવાનગી આપવામાં આવશે. એટલે કે હવે વિદેશથી આ ઉત્પાદનો ભારતમાં નહીં આવે. તેમની આયાત માટે ભારત સરકારની પરવાનગી જરૂરી રહેશે.
20 વસ્તુઓની આયાત મુક્તિ
નોટિફિકેશનમાં જણાવાયું છે કે માઈક્રો કોમ્પ્યુટર્સ, મોટા કોમ્પ્યુટર્સ અને અમુક ડેટા પ્રોસેસિંગ મશીનોને પણ ઈમ્પોર્ટ કર્બ્સની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેંચમાર્કિંગ, મૂલ્યાંકન, સમારકામ અને ઉત્પાદન વિકાસના હેતુ માટે, આયાત લાઇસન્સ હવે પ્રતિ કન્સાઇનમેન્ટ 20 વસ્તુઓ સુધી હશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.
ઈકોમર્સ કંપનીઓને ડિસ્કાઉન્ટ મળ્યું
આ પ્રતિબંધો સામાનના નિયમ હેઠળ લાગુ થશે નહીં. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, “એક લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા ખરીદાયેલ, પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઓર્ડર કરાયેલ પ્રોડક્ટને આયાત લાયસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં આયાત લાગુ ડ્યુટીની ચૂકવણી પર કરી શકાય છે.