દિલ્હીમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી વચ્ચે આજે યલો એલર્ટ જાહેર કરતા આજે યોજાનાર ગૃહમંત્રી અમિત શાહની રેલી મોકૂફ રાખવામાં આવી છે,દિલ્હી-NCRમાં આજે પણ ભારે વરસાદની શક્યતા છે.
ભાજપના મહાસંપર્ક અભિયાન અંતર્ગત આજે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ પરંતુ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી આ રેલી રદ કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે રવિવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે.
મહત્વનું છે કે ગતરોજ શનિવારે દિલ્હી-એનસીઆર અને તેની આજુબાજુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.
વરસાદને કારણે સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગયું હતું. આ વરસાદે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે દિલ્હીમાં આ અગાઉ વર્ષ 2003માં આટલો વરસાદ થયો હતો ત્યારબાદ આ વર્ષે આટલો વરસાદ નોંધાયો છે.