જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા અને તેઓ કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પુંછ: જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આતંકીઓને ઘૂસણખોરી કરવા માટે પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા અને તેઓ કાશ્મીરમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. ડ્રોન દ્વારા નાઇટ સર્વેલન્સ દ્વારા આતંકીઓ પર નજર રાખવામાં આવી હતી. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.