આજે 6 ઓગસ્ટ ફ્રેન્ડશીપ ડે છે.ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે આ દિન ઉજવાય છે નાના બાળકોથી લઈ યુવાનો-યુવતીઓ આ દિવસે મિત્રને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે છે અને મોબાઈલ ઉપર મેસેજ મોકલી મિત્રતાની લાગણી પ્રદર્શિત કરે છે. જોકે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની વિશ્વના અનેક દેશોમાં ઉજવણી કરવામાં આવે છે.
ભારત, મલેશિયા, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા અને બાંગ્લાદેશ જેવા કેટલાક દેશો ઑગસ્ટના પહેલા રવિવારે આ દિવસ ઉજવે છે, જે આજે 2023માં 6 ઑગસ્ટે છે.
મિત્રતા આ દુનિયાનો સૌથી અમૂલ્ય સંબંધ છે.
વિશ્વભરના લોકો વચ્ચે એકતા અને સંબંધોને પ્રોત્સાહિત કરવા માટે એક આ મહત્વપૂર્ણ અવસર છે.
આ દિવસ દર વર્ષે આપણા મિત્રો અને સાર્થક મિત્રતાને સાચવવા માટે ઉજવવામાં આવે છે. જો જીવનમાં સાચો મિત્ર હોય તો તે તમને યોગ્ય માર્ગે લઈ જવામાં મદદ કરે છે.
મિત્ર વિશે બસ આટલું કહેવાય છે કે મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુ:ખમાં આગળ હોય.
આ ઉક્તિ પરથી કૃષ્ણ સુદામાની મૈત્રી યાદ આવે.
મોંઘાં-મોઘાં ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડેની ઉજવણીને મિત્રતાનું પ્રદર્શન થાય છે પણ સાચા મિત્રો હૃદયમાં રહે છે.
મિત્રતા એટલે અવ્યક્ત અને નિસ્વાર્થ લાગણીનો પવિત્ર સબંધ.