જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. રામબન સેક્ટરમાં ચાર સ્થળોએ ભૂસ્ખલનને કારણે 275 કિલોમીટર લાંબો જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.
ગઈકાલે ખરાબ હવામાનને કારણે ચંદ્રકોટના રામબન યાત્રી નિવાસ કેમ્પમાં 4 હજાર 600 શ્રદ્ધાળુઓને રાખવામાં આવ્યા છે.
કેદારનાથ યાત્રા દરમિયાન અનેક ઘોડા-ખચ્ચરના મોત થઈ રહયા છે પરિણામે ભકતોની લાગણી દુભાઈ રહી છે.
કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ત્યાં પહોંચવા માટેની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે અહીંથી કેદારનાથ ધામ સુધી પહોંચવા 18 કિલોમીટર ચાલતા જવું પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવે છે, પરંતુ જેઓ કરાવી શકતા નથી તેઓ ખચ્ચર કે ઘોડા બુક કરાવીને ત્યાં જાય છે.
બીજી તરફ ઘોડા-ખચ્ચરના સંચાલકો પણ વધુ કમાણીની લાલચમાં તેમને પૂરતો ઘાસચારો કે આરામ આપતા નથી
62 દિવસમાં કુલ 90 જેટલા ખચ્ચર-ઘોડાના મોત થઈ ચૂક્યા છે
અને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. રોજ આ પ્રાણીઓ પાસે ગૌરીકુંડથી કેદારનાથ સુધી 3 ફેરા કરાવાય છે.
એવામાં થાક અને ભૂખના કારણે રસ્તામાં જ તેમના મોત થઈ જાય છે.25 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રામાં પ્રથમ 5000 ઘોડા-ખચ્ચરને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા ફરીથી રોસ્ટર મુજબ ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.
કેદારનાથના ચાલીને જવાના માર્ગ પર ઘોડા-ખચ્ચરોના અવસાન બાદ તેમના માલિકો અને હોકર્સ તેમને ત્યાંથી જ ફેંકી દે છે. ઘોડા-ખચ્ચરોના મૃતદેહ સીધા મંદાકિની નદીમાં નાખી દે છે.
આ પ્રકારની સવારી કરાવતાં લોકો વધારે રૂપિયા કમાવવાની લાલચમાં ઘોડા-ખચ્ચરો પાસે એક જ દિવસમાં ગૌરીકુંડથી કેદારનાથ સુધીના 2થી 3 ચક્કર લગાવડાવી રહ્યા છે.
આ ઉપરાંત તેમને રસ્તામાં બિલકુલ આરામ નથી મળતો જેથી તેઓ ભારે થાકના કારણે દર્દનાક મૃત્યુને ભેટે છે.
જોકે,હાલમાં જમ્મુ-કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે ભૂસ્ખલન અને પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી રહી છે, જેના કારણે હવે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ખુદ અધિકારીઓએ આપી છે.
તેમને કહ્યું કે બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી મુસાફરોની અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.
કોઈને પણ ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી.