કોરોના વાયરસના સંકટ વચ્ચે આગામી 21 જૂને ‘વિશ્વ યોગ દિવસ’ આવી રહ્યો છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે આ વર્ષે કોઈ જાહેર કાર્યક્રમ યોજાવાના નથી. ત્યારે રાજ્યભરમાં કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર યોગ દિવસની ઉજવણી થશે.
આ વર્ષે ‘‘યોગ એટ હોમ યોગા વીથ ફેમિલી’’ તરીકે રાજ્યભરમાં ઉજવીને કોરોના સંક્રમણ સામે હરેક ગુજરાતી આ યોગ-સાધનાથી રોગપ્રતિકારક શકિત વધારી રક્ષણ મેળવે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
દેશ તથા વિશ્વમાં કોરોના વાયરસના સંકટને કારણે આ વર્ષે આગામી 21 જૂને આવનાર વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી’ની થીમ પર કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ યોગ બોર્ડ દ્વારા ર૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્વે એક સપ્તાહ એટલે કે તા.૧૪ જૂનથી યોગ-પ્રાણાયામનો વ્યાપક પ્રચાર-પ્રસાર લોકોમાં થાય જાગૃતિ વધે તે માટે સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી યોગ નિદેશનો-યોગ અંગે જાગૃતિ વ્યાખ્યાનો સહિત વિવિધ કાર્યક્રમો યોજવાનું માર્ગદર્શન આપ્યું હતું.