ભારે વરસાદના કારણે અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. બીજી બાજુ અમદાવાદમાં ધોધમાર વરસાદના કારણે વાહનચાલકોએ પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાત કરીએ શહેરના હેલમેટ સર્કલ વિસ્તારની તો અહીંયા પણ પાણીમાં AMTSની બસ ગરકાવ થયેલી જોવા મળી રહી છે. હેલમેટ સર્કલની આસપાસના વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.
અમદાવાદનો પોશ વિસ્તાર એવો સિંધુભવન રોડ પણ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બોપલ અને ઘુમાને જોડતા માર્ગ પર પણ પાણી-પાણી જ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી અમદાવાદમાં જ્યાં જોવો ત્યાં માત્રને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે. ઠેર-ઠેર ગાડીઓ ફસાયેલી જોવા મળી રહી છે. ઠેર-ઠેર ઝાડ પડવાની અને રોડ પર ભુવા પડવાની ઘટના બની રહી છે. આમ, એકવાર ફરી વરસાદ આગળ AMCનો પ્રિ-મોનસૂન પ્લાન એકદમ ફલોપ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં ગઇકાલે રાત્રે પડેલા ધોધમાર વરસાદે અમદાવાદને બાનમાં લીધુ હોય તેવો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અમદાવાદના હેલ્મેટ સર્કલ, આયોજનનગર, સિંધુભવન રોડ અને બોપલ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. ભારે વરસાદથી અમદાવાદમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઠેર-ઠેર અવ્યવસ્થા સર્જાઇ છે. હેલ્મેટ સર્કલ પર AMTSની બસ ફસાઇ હતી તો જીવરાજપાર્ક વિસ્તારની આયોજનનગર સોસાયટીમાં તો પાણી ફરી વળ્યા હતા.
અમદાવાદના ભારે વરસાદે તારાજી સર્જતા શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે. ભારે વરસાદના કારણે સરસપુર બેટમાં ફેરવાઇ ગયો છે. વરસાદે વિરામ લીધો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતું. આથી તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. દર ચોમાસામાં સરસપુર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે.
શહેરનો આંબાવાડી વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે. શહેરના હીરાબાગ ક્રોસિંગ નજીકના ઘૂંટણસમા પાણી ભરાઇ જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના નિકોલ, નરોડા સહિતના પૂર્વ વિસ્તારો પણ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.