અત્યારે આપણાં ભવ્ય ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારો ની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની અનોખી ઉજવણી કરવી જોઈએ કે જેનાથી ગરીબો વંચિતો દુઃખી લોકો, જરૂરિયાતમન્દ લોકોને મદદ કરી શકાય, એના મુખ પર હાસ્ય લાવી શકાય અને આવું કામ આજે 14 મી ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ને “વાત્સલ્ય દિવસ” તરીકે ઉજવણી કરવા માટે મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળા જેમકે શ્રી માધાપરવાડી કન્યા અને કુમાર પ્રા. શાળા, આંબાવાડી તાલુકા શાળા, તેમજ સાર્વાજનીક પ્રા. શાળામાં અભ્યાસ કરતા 180 જેટલા બાળકોને સવારે 9.30 વાગ્યે સ્કાય મોલ ખાતે બોલાવવામાં આવ્યા હતા.
મોરબીનું યંગ ઇન્ડિયા ગ્રુપ આજે વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને બાળકોને જલસો કરાવ્યો હતો. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને ઓડી સહિતની લકઝરીયસ કારમાં બેસાડીને શહેરની સફર પર લઈ જવામાં આવ્યા હતા. બાદમાં બાળકોને ભાવતું ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. આમ વાત્સલ્ય દિવસ બાળકો માટે યાદગાર બની રહે તેવું સરાહનીય આયોજન યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું છે. આ તકે અધિક કલેક્ટર, જિલ્લા પોલીસવડા, પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઇન ડે ની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવાનું પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતું. હાલ ભારત દેશમાં પાશ્ચાત્ય તહેવારોની ઉજવણીનું ઘેલું લાગ્યું છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તહેવારોની ઉજવણી કરીને જરૂરિયાત મંદોના ચહેરા પર મુસ્કાન લાવનાર યંગ ઇન્ડિયા ગ્રૂપે વેલેન્ટાઇન ડેના દિવસે નવતર કાર્યક્રમ યોજ્યો હતો. વેલેન્ટાઇન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવીને યંગ ઇન્ડિયા ગ્રૂપ જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત રેલાવીને તેઓને જલસા કરાવ્યા હતા.
મોરબીની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 180 જેટલા બાળકોને સ્કાય મોલ ખાતે લઇ આવવામાં આવ્યા હતા. આ જોય રાઈડને જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, અધિક કલેક્ટર કેતન જોશીએ લીલીઝંડી આપી હતી તેમજ બાળકોનો ઉત્સાહ વધારવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના ઉપસ્થિત રહ્યં હતા. આ જોય રાઈડમાં બધાજ બાળકોને 50 જેટલી મર્સીડીઝ, ઓડી, BMW સહિતની લકઝયરીયસ કારમાં બેસાડી મોરબી શહેરની સફર કરાવી હતી. બાળકોએ જોય રાઈડની મજા માણ્યા બાદ ભાવતા ભોજન કર્યા હતા.