ગુજરાતઃ પ્રતિક ગાંધી અને દીક્ષા જોશી પર ફિલ્માવાયેલ રોમેન્ટિક ટ્રેક ‘ચોરી લઉ’ થકી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા બાદ, ‘વ્હાલમ જાઓ ને’નું આગામી ગીત – એક પરફેક્ટ લગ્ન ગીત ‘મુરતીયો મૂડમાં નથી’ હવે રીલિઝ થઇ ચૂક્યુ છે. આ ગીત ગુજરાતી લગ્નોના સારને દર્શાવે છે, જે વર કે કન્યાને ચીડવવાની કોઈ તક છોડતા નથી તેવા વર-કન્યાની ટોળી વચ્ચેની મીઠી મશ્કરીને દર્શાવે છે. ગીતના શબ્દો પોતાની રીતે જ સ્પષ્ટ છે કે જ્યાં વર કે જે પોતાના લગ્નના પ્રસંગમાં ઉદાસ જોવા મળી રહ્યો છે, તેને વર-વધુના મિત્રો અને કુટુંબીજનો મજાક કરી ચીડવતા હોય છે. જાણીતી સંગીત બેલડી સચિન-જીગર દ્વારા કંપોઝ કરાયેલા આ ટ્રેકના શબ્દો ભાર્ગવ પુરોહિત લેખિત છે, જેને મુસા પાઈકે કંઠ આપ્યો છે.
‘મુરતીયો મૂડમાં નથી’ એ પરિવારોને ડાન્સ ફ્લોર પર લાવવા અને નવા જીવનની શરૂઆત કરતી વખતે દંપતીની મહાન ક્ષણની ઉજવણી કરવા માટેનું એક સંપૂર્ણ લગ્ન ગીત છે. લગ્ન ગીત કંપોઝ કરવા પર સંગીતકાર બેલડી સચિન-જીગર જણાવે છે, “ ‘મુરતીયો મૂડમાં નથી’ એ વર અને કન્યાના પરિવાર દ્વારા ગુજરાતી લગ્ન કેવી રીતે ઉજવવામાં આવે છે અને માણવામાં આવે છે તેને ધ્યાનમાં રાખતુ એક પરફેક્ટ વેડિંગ ટ્રેક છે. લગ્નના દિવસે વર અને કન્યાની ટીખળને પડદા પર ખૂબ જ સારી રીતે કેપ્ચર કરવામાં આવી છે, જેમાં પ્રતીક અને દીક્ષા લાઇવ વેડિંગ નંબર ફ્લેવર ઉમેરી રહ્યાં છે.”
‘વ્હાલમ જાઓ ને’ એ એક મલ્ટી-સ્ટારર રોમેન્ટિક કોમેડી છે, જેનો રોલર કોસ્ટર પ્લોટ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે, જેની ખરી મઝા માણવા માટે માત્રને માત્ર થિયેટરોમાં જ નિહાળવી જોઈએ.
મુરતીયો મૂડમાં નથી ગીતને અહિંયા નિહાળોઃ
જ્યોતિ દેશપાંડે, જિયો સ્ટુડિયો અને હાર્દિક ગજ્જર ફિલ્મ્સ દ્વારા નિર્મિત અને હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત અને પ્રતિક ગાંધી, દીક્ષા જોશી, ટીકુ તલસાણિયા, સંજય ગોરડિયા, કવિન દવે, જયેશ મોરે, કિંજલ પંડ્યા અને પ્રતાપ સચદેવ દ્વારા અભિનિત ફિલ્મ ‘વ્હાલમ જાઓ ને’ 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.