દેશ અને દુનિયામાં કોરોનાનો કહેર દિવસે-દિવસે વધી રહ્યો છે, તેની સાથે રાજ્યમાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે અમદાવાદ બાદ હવે ડાયમંડ સિટિ સુરતમાં પણ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે જેને લઇ સુરતમાં મહત્વનો નિર્યણ લેવામાં આવ્યો છે.
સુરતમાં કલસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા DYSP કક્ષાના અધિકારીઓ ફાળવાયા અને SRP પણ ફાળવાઈ તો વળી કેટલા વિસ્તારમાં સેલ્ફ લોકડાઉનનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
સુરતમાં સેલ્ફ લોકડાઉન કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. રાંદેર બાદ ઉધનામાં સેલ્ફ લોકડાઉનની શરૂઆત કરવામાં આવી છે. ઉધના મેઈન રોડ, પાંડેસરામાં દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો જ ચાલુ રહેશે. અડાજણ, પાલનપુર પાટિયા વિસ્તારમાં સેલ્ફ લોકડાઉનની શરૂઆત થઇ છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર આક્રમક મોડમાં આવી ગયું છે. કલસ્ટર વિસ્તારોમાં લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવશે. સુરતમાં કલસ્ટરનો વિસ્તાર નાનો કરાશે. અસરકારક કામગીરી અને સર્વે માટે વિસ્તાર નાનો કરાશે. 5 DYSP કક્ષાના અધિકારીઓ ફાળવાયા છે. SRPની વધુ બે કંપની ફાળવવામાં આવી છે. જુના ક્લસ્ટર વિસ્તારો અંગે પણ ફેરવિચારના કરાશે