કોરોના મહામારીના કારણે ઘણા સમયથી શાળા કોલેજ બંધ છે, ત્યારે હવે શિક્ષણને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.શિક્ષણ વિભાગને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.
હાલ ચાલી રહી કોરોનાની મહામારીને કારણે શાળાઓ અગર ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી નોંધાય તો વર્ગો ઘટાવાની દરખાસ્ત કરવા આદેશ અપાયા છે.રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાને લઇને શિક્ષણ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા ન થાય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરાયો છે.
મળતી માહિતી મુજબ સમગ્ર રાજ્યમાં 400 વર્ગ ઘટી શકે છે. રાજ્યના તમામ DEOને પ્રક્રિયા શરૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.કોરોનાકાળમાં પ્રવેશ પ્રક્રિયા ન થઇ છતાં દરખાસ્ત કરવા આદેશ કરાયો છે.
ત્યારે હવે વાલીઓ હિજરત કરી ગયા હોવાથી શાળાઓમાં પ્રવેશ થયા નથી. પૂરક પરીક્ષાઓ પણ બાકી હોવાથી હજી સ્થિતિ સ્પષ્ટ નહીં. વર્ગ ઘટાડાની અમલવારી થાય તો શિક્ષકો ફાજલ થવાની સ્થિતિ છે.