રાજ્યમાં વધતા જતા કોરોના વાયરસના કેસો વચ્ચે રુપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે થોડા સમય પહેલા જ કોરોના વાયરસના કેસોને લઈ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ નિર્ણય લીધો હતો. ત્યારે હવે રુપાણી સરકાર દ્વારા રાજ્યના ધો.1થી9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાઈ શકે છે….વાર્ષિક પરીક્ષાઓને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાના લીધે રાજ્યની તમામ સ્કૂલો 14 દિવસ માટે બંધ કરી દેવાઈ હોવાથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવી શકે છે…..તેમજ આ વર્ષે જુનથી જ સત્ર ચાલુ થશે તેવો નિર્ણય પણ લેવાઈ શકે છે. તેમજ રાજ્ય સરકારના આ નિર્ણયથી શિક્ષકોને હવે સ્કુલ જવાની જરુર નહીં રહે….. મહત્વનું છે કે આ પહેલા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે બેઠક કરીને સરકારને ધો.1થી9માં માસ પ્રમોશન આપી પરીક્ષા વગર પાસ કરી દેવા અને નવુ શૈક્ષમિક સત્ર એપ્રિલને બદલે જુન કે જુલાઈથી જ શરૂ કરવા રજુઆત કરી હતી…ત્યારે સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોના કારણે સ્કુલો બંધ રહેતી હોવાથી ધો-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવા અહેવાલ સામે આવતા વાલીઓમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે…ત્યારે વાલીઓ હવે મુખ્યમંત્રીની લીલીઝંડીની રાહ જોઈ રહ્યા છે….