સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કન્ટેનમેન્ટ ઝોનમાં વિશેષ ટીમ ઘરે ઘરે જશે અને કોરોનાના કેસની તપાસ કરશે. કોન્ટેક્ટ ટ્રેસિંગની જાણકારી લેવાશે. આ સિવાય કામ માટે સ્થાનિક વોલેન્ટિયર્સની ઓળખ કરવામાં આવશે જે આ કામમાં સરકારની મદદ કરી શકે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવામાં આવશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક રાજ્યોને કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોનને લઈને દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નવા દિશા નિર્દેશોને લઈને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ જ નિયમ અનુસાર રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરશે. આ સમયે રાજ્યના ભૌગોલિક વિસ્તાર અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું ધ્યાન રાખવામાં આવશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક કામગીરી અને સાથે કાર્યોની પરમિશન આપવામાં આવશે. નક્કી સીમામાં કડક નિયમો રાખવામાં આવશે. આ સિવાય અહીં આવન જાવનને અને આવશ્યક સેવાઓ સિવાય અનુમતિ અપાશે નહીં. બફર ઝોન દરેક કન્ટેનમેન્ટ ઝોનની સાથે સંકળાયેલા વિસ્તારો છે. જ્યાં કોવિડ 19ના નવા કેસ સામે આવવાની શક્યતા છે. અહીં વધુ સાવધાની રાખવાની જરૂર છે.
બફર ઝોનમાં કોરોનાની ખાસ તપાસ રખાશે. આ વિસ્તારમાં સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવામાં આવશે. અહીં આશા વર્કર બહેનો, એએનએમ અને ડોક્ટર હાજર રહેશે. જો તેમને કોઈ પણ કોરોના પેશન્ટ મળે છે તો તરત જ તેઓ રિયલ ટાઈમે કંટ્રોલ રૂમને જાણ કરશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઝોનમાં વિશેષ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને કોરોનાની તપાસ કરાશે. કોન્ટેક્ટ ટ્રેસિંગની જાણકારી પણ લેવાશે. આ સિવાય આ કામ માટે સ્થાનિક વોલેન્ટિયર્સની ઓળખ કરીને તેમને પણ સરકારી મદદમાં લેવાશે. સોશ્યિલ ડિસ્ટન્સિંગનું કડક રીતે પાલન કરાશે. હાથ ધોવા, માસ્ક પહેરવા, ફેસ કવર કરવા માટે ભાર મૂકાશે.