કોરોનાના કહેર વચ્ચે હવે વધુ એક મુશ્કેલીનો સામનો કરવા પડશે એ છે ગુજરાતમાં મોસમ પોતાનો મિજાજ બદલી શકે છે. રાજ્યમાં ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી 14 થી 16 મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, 14 અને 15 મે દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ અને નર્મદામાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 16 મે એ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગરમાં વરસાદ પડી શકે છે.
અખાત્રિજના પશ્ચિમના પવનથી ચોમાસુ સારૂ રહેશે. ગંગા-જમનનાના મેદાનો પણ તપવાની શક્યતા. ચોમાસા પૂર્વે થતી પ્રિ મોન્સૂનની ગતીવિધિ હવે દેખાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રિમોન્સૂન વરસાદની શક્યતા. આંધી-વાવઝોડા સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા.
22 મે અને 29 મે થી 7 જૂનમાં રોહિણી નક્ષત્રનો વરસાદની શક્યતા. 28 થી 31 મે સુધીમાં કેરળમાં ચોમાસુ પહોચશે. આ વર્ષે રાજ્યમાં વરસાદના 45 દિવસ છે. આંદામાન-નિકોબાર ટાપુ પર 20 મે ચોમાસુ પહોચશે. હવાના હળવા દબાણથી આ વખતે વાવાઝોડાની શક્યતા. 11 થી 20 મે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા.
આ સાથે જ 7 જૂન આસપાસ દરિયો તોફાની બનશે. 13,14,15 જૂને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા. ઓગસ્ટ અને સપ્ટેબરમાં વધુ વરસાદ પડવાની શક્યાતા. ઓક્ટોબર મહિનમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે.