દેશમાં અમુક જગ્યાઓ પર અતિવુષ્ટિના કારણે લોકો પરેશાન છે ત્યારે અમુક જિલ્લામાં વરસાદના કોઇ એધાણ દેખાતા નથી, ત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 4 દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે.
મળતી માહિતી મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 4 ઓગસ્ટ,વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં 5 ઓગસ્ટ.
વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં 6 ઓગસ્ટ ત્યારે : નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, ગીર સોમનાથ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં 7 ઓગષ્ટના વરસાદની આગાહિ કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, જેથી લોકો ભારે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખેડૂતો પણ પોતાના પાકને જરૂરિ વરસાદની રાહ જોઇને બેઠા છે.
ત્યારે હવે આવનારા ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી કરાઇ છે.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સારા વરસાદ પડે તેવું હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે. 4, 5 અને 6 ઓગષ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.