જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી,તેવી રીતે આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ વચ્ચે અમદાવાદ શહેર અને આસપાસના ગામડાઓમાં શનિવારે મુશળધાર વરસાદ વરસ્યો છે. તો આ ભારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પાણી ભરાતા ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ છે.
ત્યારે આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા વચ્ચે તો આજે રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ 27 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદના સેટેલાઈટ, વસ્ત્રાપુર, રામદેવનગર, પ્રહલાદનગર, માનસી સર્કલ, જજિસ બંગ્લા, એસ.જી.હાઇવે, રાણીપ, આરટીઓ સર્કલ, ઇસ્કોન સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારે અમદાવાદના માનસી સર્કલ, બોડકદેવ, ગુજરાત યુનિવર્સિટી, હેલ્મેટ સર્કલ અને કેટલાક અન્ડરપાસમાં પાણી ભરાયા છે. તો રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી છે. શહરેમાં હજુપણ ધોધમાર વરસાદ ચાલુ છે.
તેની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડા, ડાકોર, સુરત શહેર, સુરત ગ્રામ્ય, ઉમરપાડા, માંડવી, તાપી, વ્યારા, ધ્રાંગધ્રા, સાબરકાંઠા, ખેડબ્રહ્મા, વડાલી, બોટાદ, ગઢડા, દ્વારકા, ખંભાળીયા, આણંદ, ઉમરેઠ, નડિયાદ, ખેડા, માતર, મહુધા, મહેમદાવાદ, જામનગર, જામજોધપુર, નવસારી, ગણેદવી, બીલીમોર, પોરબંદર, ભરૂચ, જંબુસર, ઉપલેટા, કચ્છ, ભુજ, ધોરાજી અને રાણાવાવ સહિતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. 27 જુલાઇ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. આજે ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઇ છે. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં પણ આજે વરસાદ રહેશે.
કાલે પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, દાદરા નગરહવેલીમાં પણ કાલે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 જુલાઈના જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદ રહેશે. 27 જુલાઇના દ્વારકા, વલસાડ, નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વરસાદી ઝાપટાની શક્યતા છે.