દેશ અને દુનિયામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો, રાજ્યમાં કોરોના વાયરસનો કહેર રાજ્યમાં સતત વધી રહ્યો છે. આજે સવારે કોરોનાના નવા 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં એક પોલીસકર્મીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા સહકર્મીઓમાં ફફડાડ જોવા મળ્યો છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, જે પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તે પોલીસ કર્મી અમદાવાદની કાલુપુર પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે. ત્યારે આ ઘટના સાથે જ રાજ્યમાં પહેલો પોલીસ કર્મી કોરોનાનો ભોગ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પરિવારને પરિવારને હાલ કવોરન્ટીન કરવામાં આવ્યો છે. આ કોન્સ્ટેબલનો ત્રણ દિવસ પહેલા જ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જો કે, આજે રિપોર્ટ આવતા તેમની સાથે કામ કરતા પોલીસકર્મીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે.
થોડા સમયગાળા પહેલા જ પોલીસકર્મીઓના હેલ્થ ચેકઅપ કરાયા
આપને જણાવી દઇએ કે, થોડા સમયગાળા પહેલા રાજ્યના નાગરિકોની સાથો-સાથ પોલીસ કર્મચારીઓની આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવેલ. જેમાં એલઆરડી, જીઆરડી તથા પોલીસ સ્ટાફના આશરે 90,000 જેટલા જવાનોના હેલ્થ ચેક-અપ થયા હતા.