અમદાવાદમાં કોરોનાની બેકાબૂ બનેલી મહામારીને પહોંચી વળવું હવે ગુજરાત સકારના હાથની વાત નથી રહી ત્યારે કેન્દ્રએ આમાં ઝંપલાવ્યુ છે જેને પરિણામે આજે દિલ્હીથી આવેલી ટીમ અમદાવાદનો કોરોના રિપોર્ટ દિલ્હી PM મોદી અને હોમમિનિસ્ટર અમિત શાહને સોંપશે.
દિલ્હીથી ડોક્ટરોની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી છે. જ્યાં તેઓએ એક બેઠક પણ કરી છે. ડો.રણદીપ ગુલેરીયા અને ડો.મનીષ સુનેજાએ રેસિડેન્ટ ડોક્ટરોને માર્ગદર્શન આપ્યું. દિલ્લીથી ડોક્ટરોની આવેલી આ ટીમ દ્વારા કોરોનાના કહેર અંગે ગુજરાતની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવશે. અને અમદાવાદમાં વધતા જતા કેસ અને મૃત્યુદર અંગે સમીક્ષા કરાશે.
ગુજરાતની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી અને PM મોદી અને અમિત શાહને સોંપશે. અને ગુજરાતમાં વધતા જતા કેસો અંગેની માહિતી આપશે. આ ઉપરાંત રાજ્યમાં કેસો વધવાના કારણો અને તંત્રની ખામી અંગે ચર્ચા થશે. અને અગામી અઠવાડિયામાં કોરોનાને કઈ રીતે કાબૂમાં લઇ શકાય એની રણનીતિ ઘડવામાં આવશે. આ ઉપરાંત 17 મે બાદ લોકડાઉનમાં છૂટછાટ આપવી કે નહીં તે આ રિપોર્ટ પર નિર્ભર રહેશે.
ગુજરામાં ટેસ્ટ બંધ કરીને કોરોનાના આંકડા ઘટાડવામાં લાગેલી સરકાર દર્દીઓના મોત કેવી રીતે ઘટાડશે તે મોટો પ્રશ્ન છે ત્યારે ગુજરાતમાં અમદાવાદની પરિસ્થિિતિને કાબુમાં લાવવા માટે કેન્દ્રએ પાછલા બારણેથી સુકાન સંભાળી લીધુ છે.