દેશમાં કોરોનાની મહામારી વધી રહી છે,ત્યારે કોરોના કેસમાં ભરખમ વધારો થઇ રહ્યો છે.તહેવારો અંગે સીએમ રૂપાણીએ સ્પષ્ટ નિવેદન આપ્યુ છે,સીએમ રૂપાણીએ ગુજરાતમાં કોરોનાની મહામારી વધી રહી છે બીજી તરફ અનલોક કરવામાં આવી રહ્યુ છે.
ત્યારે હાલ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસોને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. દરરોજ 1 હજાર જેટલા નવા કેસો નોંધાઈ રહ્યા છે આથી સરકારે ઓગસ્ટ મહિનાના તહેવાર મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ રાખવામાં આવશે. ભાદરવી પૂનમ, જન્માષ્ટમી, સંવત્સરીની ઉજવણી થશે નહીં. તેમજ તાજિયા જુલુસ પણ યોજાશે નહીં, જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો નવરાત્રી પણ નહીં થાય. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, આ તહેવારો ઉજવવા જોઈએ નહીં.
તેની સાથે રાજ્યમાં કોરોનાની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે કોરોનાના 1144 કેસ નોંધાતા કુલ આંકડો 59,126 પર પહોંચ્યો છે. આજે 783 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 43,195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો આમ ગુજરાતમાં સાજા થવાનો દર 73.06 ટકા થયો છે. તો ચિંતાજનક બાબત એ પણ છે કે, છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં 10,586 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.