કોરોના મહામારી ના કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલપૂર્તિ થોડી ફેકટરીઓ ,ઉદ્યોગો કે અન્ય બજારો ચાલુ થાય છે પરંતુ પિક્ચર જોવાના રસિયાઓ ને હજુ પણ થિયેટર કે મલ્ટીપ્લેક્સમાં આરામથી સીટ પર બેસીને મોટા પરદા પાર તેમની મનપસંદ ફિલ્મો જોવા જવા માટે એક મહિનાથી પણ વધુ સમયની રાહ જોવો પડે તેવી શક્યતા છે.
જો કે મલ્ટિપ્લેક્સ એસોસિએશને CM રૂપામીને પત્ર લખીને સિનેમા થિએટરો ચાલુ કરવાની પરવાનગી આપવા રજૂઆત કરી છે.આગામી સમયમાં હવે મલ્ટીપ્લેક્સ પણ શરૂ થઈ શકે છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી મલ્ટીપ્લેક્સ શરૂ કરવા મંજૂરી માગી છે. એસોસિએશને રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાને પણ આ અંગે રજૂઆત કરી છે.
એસોસિએશને ખાતરી આપી છે કે, સેનેટાઇઝ ટનલ, એક ચેર વચ્ચે જગ્યા રાખવાની તૈયારી દર્શાવી છે. એસોસિએશને એવું પણ કહ્યું છે કે, ટિકિટ વિન્ડો બંધ રાખી માત્ર ઓનલાઇન ટિકિટથી જ લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત તેમણે સ્ટાફના પગારમાં રાહત અને પ્રોપર્ટી ટેક્સ, GSTમાં રાહત આપવા માટે પણ માગણી કરી છે.
1લી જૂનથી લોકડાઉનના અમલમાં હજુ વધુ છુંટછાટ જાહેર થવાની શક્યતા છે પરંતુ તેમાં મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવે તેવી શક્યતા નથી આ અંગે મલ્ટીપ્લેક્સ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકો મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ જોવાનું માણી શકે તેવી હાલમાં તો કોઈ શક્યતા નથી હજુ પણ ફિલ્મ રસિયાઓએ થિયેટરમાં ફિલ્મ જોવા માટે એક થી દોઢ મહિનો રાહ જોવી પડે તેવી શક્યતા છે.
મુંબઈમાં પણ આ માટે પ્રયાસ થઈ રહ્યા છે. લોકડાઉનના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ખૂબ નુકસાન થયું છે. હવે બોલિવુડની કોશિશ છે કે, લોકડાઉન ખુલ્યા પછી ઓછામાં ઓછું નુકસાન થાય અને જે ફિલ્મો લાઈનમાં છે તેને સમયસર રિલીઝ કરી શકાય.
એવામાં મલ્ટીપ્લેક્સ અસોસિએશન ઓફ ઈન્ડિયાએ સિનેમ હોલ્સ માટે એક ફુલપ્રુફ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનને બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી સહિત તમામ રાજ્યોની સરકારોને મોકલવામાં આવ્યો છે.પરંતુ રાજ્ય સરકાર આ મુદ્દે કોરોનના સંક્ર્મણ ની પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેશે જે રીતે ગુજરાતમાં કોરોના નો ફેલાવો વધી રહ્યો રહ્યો છે તે જોતા હમણાં ગુજરાતમાં મલ્ટીપ્લેક્સ ખુલશે નહિ જો કે જયારે પણ થિયેટરો ખોલવામાં આવે ત્યારે તેના માટેની ગાઇડલાઇન શું હોઈ શકે તેના માટેની ચર્ચા વિચારણા શરૂ કરી દેવામાં આવી છે