ગુજરાતના મહેસાણામાં શુક્રવારે રાત્રે લગભગ 10.15 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ભૂકંપ બાદ લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા, જોકે જાન-માલના કોઈ નુકસાનના સમાચાર નથી.
ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 10:15 વાગ્યે નોંધાયો હતો અને તેનું કેન્દ્ર પાટણથી 13 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના ઉત્તરીય જિલ્લાઓના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આંચકા બે થી ત્રણ સેકન્ડ માટે અનુભવાયા હતા.
ભૂકંપ 23.71 ઉત્તર અક્ષાંશ અને 72.30 પૂર્વ રેખાંશ અને 10 કિલોમીટરની ઊંડાઈએ અનુભવાયો હતો.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા પૂરા પાડવામાં આવેલ ડેટા અનુસાર, રાજ્યને છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપનો સામનો કરવો પડ્યો છે, જેમાં 26 જાન્યુઆરી, 2001ના રોજ કચ્છ જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપનો સમાવેશ થાય છે.