રાજ્યમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ચુકી છે. અને 3 દિવસથી વરસાદી વાતાવરણ થતાં ઓછા વત્તા પ્રમાણમાં 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ થવાની સંભાવના છે.
જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો?
- ગીરસોમનાથ: તાલાળા 2 ઇંચ વરસાદ,ઉના-વેરાવળમાં એક-એક ઇંચ વરસાદ, કોડીનાર,સુત્રાપાડા અને ગીર ગઢડામાં વેરાવળ ધીમીધારે વરસાદ
- અમરેલી: ના ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તાર, સુખપુર, દુધાળા, ગઢીયા, ચાવંડ, બોરડીમાં વરસાદ, મિતયાળા નદીમાં નવા નીરની આવક , ખાંભા ગીર પંથકના ભાવરડી, ખડાધાર, દાઢીયાળી સહિતના વિસ્તારમાં વરસાદ
- ખેડા: મહેમદાવાદમાં વરસ્યો વરસાદ
- આણંદ: શહેરમાં ગાજવીજ અને પવન સાથે વરસ્યો વરસાદ
- ભાવનગર: માઢીયા, સિહોર, ઉમરાળા, વલ્લભીપુરમાં વરસાદ
- ભાવનગર: કાળવીબીડ, ડેરી રોડ, વઘાવકળી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ
- રાજકોટ: ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથક, પાનેલી ખાખીજાળીયા ઢાંક સેવત્રા સહિત, ગોંડલ, ભરુડી, બિલયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- વડોદરા: છાણી, ગોરવા, સુભાનપુરા, સમા, નિઝામપુરામાં વરસાદ
- જૂનાગઢ: માંગરોળ અને માણાવદરમાં 2 ઇંચથી વધુ વરસાદ , વંથલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- બનાસકાંઠા: દાંતા અને વડગામ તાલુકામાં વરસાદ
- દીવ: નાગવા, ઘોઘલા, સાઉદીવાડી વિસ્તારમાં વરસાદ
- અમરેલી: સાવરકુંડલાના આંબરડી, જાબાળ કૃષ્ણગઢ, થોરડીમાં વરસાદ