દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં દેશમાં લોકડાઉનને લઈને અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ ગતરોજ સાવધ કરતા કહ્યું કે ભારતમાં જો એક મહિનાનું લોકડાઉન લાગે તો જીડીપીમાં 2 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના એક રિપોર્ટમાં આ જણાવ્યું હતું.અમેરિકાની બ્રોકરેજ કંપની બોફા સિક્યુરિટિઝએ આશા વ્યક્ત કરી છે કે કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે સ્થાનિક સ્તર પર જ લોકડાઉન લગાવવામાં આવશે. બોફા સિક્યુરિટિઝના એનાલિસ્ટ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એક મહિના પહેલા કોરોનાના 35000 કેસ હતા જે હવે સાત ગણા વધીને દૈનિક 2.61 લાખથી વધુ થઈ ગયા છે.
હાઈ ઈકોનોમિક કોસ્ટને જોતા અનુમાન છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડ-19ની ગાઈડલાઈન્સ સંબધિત નિયમો જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનવું પાલન કરવું વગેરેને કડકાઈથી લાગુ કરીને, નાઈટ કર્ફ્યૂ, અને સ્થાનિક સ્તર પર લોકડાઉન દ્વારા તેના પર અંકુશ લગાવવાનો પ્રયત્ન કરશે.