ગુજરાતમાં કોરોનાને કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર સહિત તમામ જિલ્લાઓમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ અનલૉક ચાલી રહ્યું છે તેવામાં રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં વેપારી-દુકાનદારો દ્વારા સ્વચ્છાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
અનલૉક વચ્ચે વેપારીઓ આંશિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે. જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢમાં હાલ આંશિક લૉકડાઉનનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
તો બીજી તરફ એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદથી સુરત જતી અને અમદાવાદથી વડોદરા જતી ST સેવા બંધ કરવામાં આવી છે. તો વડોદરાથી ભરૂચ જતી ST સેવા પણ બંધ કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગમાં કેસ વધતા 19 જુલાઈ સુધી હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ બંધ રહેશે. 20 જુલાઈથી આ હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.
અમદાવાદમાં પાન-ગલ્લા પર AMCની તવાઈ બોલાવાઇ છે. નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગનું ચેકીંગ હાથ ધરાયું છે. પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે. જોધપુર પાસે સિવાસ પાન પાર્લર સિલ કરાયુ છે. અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ હાથ ધરાયું છે.