કોરોનાના કારણે જાહેર કરવામાં આવેલું લોકડાઉન 3જીમેનાં રોજ પૂરૂ થવા જઇ રહ્યુ છે,ત્યારે હવે લોકડાઉનના પહેલા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘જાન હે તો જહાન હે’ નો મંત્ર આપ્યો હતો. જ્યારે બીજા તબક્કામાં ‘જાન પણ જહાન પણ’ મંત્ર આપ્યો. બીજા તબક્કા દરમિયાન ગ્રીન અને ઓરેંજ ઝોનમાં કેટલીક જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાન ખોલવાની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર અને ધંધા શરૂ કરવા શરતોને આધીન મંજૂરી આપી દીધી હતી.
હવે કેન્દ્ર સરકારે 4 મે થી ગ્રીન ઝોનમાં છૂટછાટ વધારવાને લઇને સંકત આપ્યાં છે. જો કે લોકડાઉન પછી પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગ સામાન્ય જનજીવનનો એક ભાગ બની રહેશે.
ફેકટરીઓ, કન્સ્ટ્રકશન, ઉદ્યોગોની છૂટ
દેશમાં કુલ 739 જિલ્લા છે, જેમાંથી 307 જિલ્લાઓમાં હજુ સુધી કોરોના વાયરસનો એક પણ કેસ જોવા મળ્યો નથી. એટલે કે દેશમાં 40 ટકાથી વધારે જિલ્લાઓમાં કોરોનાનો કહેર નથી. આ જિલ્લાઓનો ગ્રીન ઝોનમાં સમાવેશ થાય છે. 3 મે બાદ આ જિલ્લાઓમાં ફેકટરીઓ, દુકાનો, નાના-મોટા ઉદ્યોગો સહિત ટ્રાન્સપોર્ટ સાથે અન્ય સેવાઓને શરતોને આધીન ખોલવામાં આવી શકે છે. કેન્દ્ર સરકારે બે દિવસ પર નિર્ણય લઇ શકે છે પરંતુ સંબંધિત રાજ્યોમાં અંતિમ નિર્ણય જે-તે રાજ્યની સરકાર પર નિર્ભર રહેશે.
બસ, ઓટો, ટેક્સી ચલાવાની પણ મળી શકે છે મંજૂરી
ગ્રીન ઝોનમાં 4 મેથી મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક, ઇલેકટ્રિક, હાર્ડવેર, રિપેરીંગની દુકાન, કપડાની દુકાન, રેસ્ટોરાં, હેર કટિંગ સલૂન જેવી સેવાઓ ખોલવાની મંજૂરી આપી શકે છે. જો કે દુકાનો પર ભીડ એકઠી થવાની મંજૂરી નહીં મળે, આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ પાલન કરવુ ફરજિયાત બની શકે છે.
ફેકટરીઓ, કન્સ્ટ્રકશન, ઉદ્યોગોની છૂટ
ગ્રીન ઝોનમાં 4 મેથી બધી ફેકટરીઓમાં ફરીથી કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે. આ સિવાય નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પણ શરૂ કરવાની છૂટ મળી શકે છે. ગ્રીન ઝોનવાળા જિલ્લાઓમાં નિર્માણાધીન કાર્યો પર લાગેલી રોક હટી શકે છે.
બસ, ઓટો, ટેક્સી ચલાવાની પણ મળી શકે છે મંજૂરી
ગ્રીન ઝોનમાં ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં પણ શરતોને આધીન મળી છૂટછાટ મળી શકે છે. પશ્ચિમ બંગાળમાં બસ અને ટેક્સીઓને ગ્રીન ઝોનની અંદર ચલાવાની મંજૂરી મળી શકે છે. આ સાથે અન્ય રાજ્યોમાં પણ છૂટછાટ મળે તેવી સંભાવના છે.
લગ્ન સમારોહ, ધાર્મિક આયોજન વગેરે પર રહી શકે છે પ્રતિબંધ
3 મે બાદ ગ્રીન ઝોનમાં પ્રતિબંધ ક્ષેત્રને સીમિત જરૂર કરી શકે છે, પરંતુ ભીડ-ભાડની મંજૂરી તેમ છતા આપવામાં આવશે નહીં. આ સાથે લગ્ન સમારોહ, ધાર્મિક આયોજન, ભીડભાડને હજુ પણ મંજૂરી નહીં મળે.
ગુજરાતમાં આ જિલ્લાઓ છે રેડ ઝોનમાં
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર , બનાસકાંઠા, પંચમહાલ, આણંદ, અરવલ્લી , ભાવનગરનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રેડ ઝોનમાં છૂટછાટ નહીં
દેશમાં 129 જિલ્લા રેડ ઝોનમાં છે એટલે કે કોરોના વાયરસના હોટસ્પોટ ગણાય છે. જેમાં દિલ્હી રેડ ઝોનમાં છે. મુંબઇ, અમદાવાદ, સૂરત જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્ર પણ રેડ ઝોનમાં છે, જ્યાં છૂટછાટ મળવાનો કોઇ અવકાશ જોવા મળી રહ્યો નથી.