કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં એક વખત ફરીથી લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. લૉકડાઉન 5.0ની ગાઇડલાઇન્ડ સરકારે જાહેર કરી દીધી છે. કન્ટેનમેન્ટ ઝોન બહાર સરકાર તરફથી તબક્કા વાર છૂટ આપવામાં આવી છે.
અનલૉકના પહેલા તબક્કામાં 1માં ધાર્મિક સ્થળો અને જાહેરમાં પ્રાર્થના કરવાના સ્થળો, હોટલો, રેસ્ટોરન્ટ અને અન્ય હોસ્પિટાલીટી સર્વિસીસ, શોપિંગ મોલ્સને ૮ જુન 2020થી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
અનલૉકના બીજા તબક્કામાં 2માં શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરીને ખોલવામાં આવશે. રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશોને જે તે શૈક્ષણિક સંસ્થાઓ અને માતાપિતા સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું છે. તેમના પ્રત્યુતર પરથી આ સંસ્થાઓ ક્યારે ખોલવી તેનો નિર્ણય જુલાઈ 2020માં લેવાશે. આ માટે પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય SOP મોકલશે.
આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા, સ્વિમિંગ પુલ, મનોરંજન પાર્ક, થીએટર, બાર, ઓડીટોરિયમ, હોલ્સ અને સામાજિક, રાજકીય, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતા જાહેર સ્થળના મેળાવડાઓ. પરિસ્થિતિ પ્રમાણે ફેઝ 3માં આ પ્રવૃત્તિઓ ક્યારે ખોલવી તે નક્કી કરવામાં આવશે.
આખા દેશમાં કોરોનાના નિયંત્રણ માટે સરકારે લાગુ કરેલી નેશનલ ડિરેકટિવ ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.રાત્રે ૯ થી સવારે 5 કડક કર્ફ્યું રહેશે. સ્થાનિક પોલીસ અને તંત્ર ધારા ૧૪૪ જેવી કલમો વડે કાયદો અને વ્યવસ્થા લાગુ કરશે