લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું. ત્યારે હવે સમગ્ર દેશમાં 14 દિવસ લૉકડાઉન લંબાવીને 31 મે લાગૂ કરવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.
દેશભરમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 14 દિવસ વધુ લૉકડાઉન લાગૂ રહેશે. ત્યારે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે ગાઈડલાઇન જાહેર કરી છે તેમાં જેમાં મેટ્રો ટ્રેન સેવાને પરવાનગી નહીં, મેટ્રો, સ્કૂલ, કૉલેજ બંધ રહેશે. હોટ સ્પોટ વિસ્તારમાં કડકાઈ રહેશે. જ્યારે હોટલ, રેસ્ટોરન્ટ બંધ જ રહેશે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી નહીં.
આ પ્રવૃત્તિઓ ઉપર દેશભરમાં પ્રતિબંધ રહેશે
સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.
મેટ્રો રેલવે સેવા બંધ રહેશે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.ઘ) હોટલ, રેસ્ટોરન્ટ બંધ રહેશે. હોમ ડિલિવરી માટેના રસોડા, કવોરેનટાઈન ફેસિલિટી, પોલીસ, સરકારી અધિકારીઓ વગેરે માટેની રહેઠાણ સેવાઓ, બસ ડેપો, રેલવે સ્ટેશન પરના કેન્ટિન ચાલુ રહેશે
- તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, મનોરંજન, ધાર્મિક, સામાજિક પ્રકારના મેળાવડા બંધ રહેશે.
- તમામ ધાર્મિક સ્થળો અને પૂજા કરવાના સ્થળો બંધ રહેશે.
- આ પ્રવૃતિઓ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય આંશિક રીતે ખોલી શકાશે.
- રાજ્યો વચ્ચેની બસ અને વાહન સેવા (બંને રાજ્યોની મંજૂરી જરૂરી)
રાજ્યોની અંદર અંદર બસ અને વાહન સેવા શરૂ કરી શકાશે. - દેશમાં કોરોના વાયરસની વ્યવસ્થા માટે નેશનલ ડિરેક્ટિવ્સ ઓફ કોવિડ 19નો આખા દેશમાં અમલ કરવાનો રહેશે.
- કોન્ટેનમેન્ટ બફર, રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોન
- કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર રાજ્યો પોતે તેમના પ્રદેશમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરી શકશે.
- કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન્સ અનુસાર જિલ્લાઓનું સ્થાનિક તંત્ર પોતે રેડ અને ઓરેન્જ ઝોનની અંદર કન્ટેનમેન્ટ ઝોન અને બફર ઝોન ક્યાં અને કેટલા રાખવા તે નક્કી કરી શકશે.
-
કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે જેથી મેડિકલ અથવા કટોકટીના કારણ વગર આ વિસ્તારોમાં લોકોની અવરજવર ન રહે.
આ ઝોનમાં બારિકાઇથી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. - સમગ્ર દેશમાં રાતે 7થી સવારે 7 વાગ્યા સુધી ઈમરજન્સી સેવાઓ સેવાઓ સિવાય કોઈ પણ જગ્યાએ ફરી શકાશે નહીઃ કેન્દ્રીય ગૃહમંત્રાલય
- 65 વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કિડની જેવી બિમારીવાળા લોકો તથા સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાના બાળકોએ ઈમરજન્સી ઘટનાઓ સિવાય ઘરની બહાર ના નીકળવું.
આ સિવાયની તમામ પ્રવૃતિઓને (જે પ્રવૃત્તિઓ ખાસ કરીને પ્રતિબંધિત કરાઈ છે તે સિવાયની) મંજૂરી મળશે. કન્ટેનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ જ મંજૂર કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકાર તેમની જરૂરિયાત મુજબ વધુ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે.
આરોગ્ય સેતુ એપનો ઉપયોગ વ્યક્તિને અને આખા વિસ્તારને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે વાપરવામાં આવશે.
કંપની એવા પ્રયત્નો કરે કે તેમના કમર્ચારીઓ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી દે.
જિલ્લાનું તંત્ર લોકોને આરોગ્ય સેતુ એપ નાખવા માટે અને પોતાના આરોગ્યની સ્થિતિ સમયસર અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરશે જેથી સત્તાધીશોને વ્યવસ્થા કરવામાં સરળતા રહે.
લોકોના અને માલસામાનના સ્થાનાંતર માટે સૂચના
તમામ રાજ્યોએ આંતર રાજ્ય અને રાજ્યોની અંદર અંદર મેડિકલ કર્મચારીઓ, નર્સ, સ્ટાફ, સ્વચ્છતાકર્મીઓ અને એમ્બ્યુલન્સ, માલવાહક ગાડીઓ, ખાલી ટ્રકો વગેરેની અવર જવર કોઈ જ પ્રકારની પાબંધી વિના મંજૂર રાખવાની રહેશે.