ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેન્મેન્ટ ઝોન અને નોન કન્ટેન્મેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે.
ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના કલેક્ટર અને મનપાના કમિશ્નર સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે આ બેઠક બાદ સીએમ રૂપાણીએ રાજ્યમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે સંબોધન કર્યું છે.
રાજ્યમાં લોકડાઉન 4.0ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશે,રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશે,જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશે,રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં બસ ની સુવિધા પણ બંધ રહેશે.
અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે જણ બેસી શકે,કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે,
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશે,રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશે.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશે,રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશે.
ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છે,તેની સાથે કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે.અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશે,નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે.
પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણ જઇ શકશે.પ્રજાજોગ સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે.
ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગની ચિંતા કરે છે.