ઉત્તરાયણ આવે એટલે સૌ કોઈને પતંગ સૌ પ્રથમ યાદ આવે. અને આવે પણ કેમ નહિ ત્યારે પતંગ ચગાવવાની મજા જ કંઇક હોય છે. તમે ક્યારે પતંગ નું મ્યુઝિયમ હોય એવું સાંભળ્યું છે નહિ તો જણાવી દઈએ કે આ મ્યુઝિયમ ગુજરાત રાજ્ય ના અમદાવાદ શહેરમાં આવેલું છે. અને અમદાવાદના આકાશને વિશ્વના પતંગોત્સવની રાજધાની ગણવામાં આવે છે ત્યારે અમદાવાદનું આ પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાના નાતે ખાસ મહત્વ ધરાવે છે.
આ મ્યુઝિયમની શરૃઆત અમદાવાદના ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર ભાનુભાઈ શાહના પતંગોના પોતાના અંગત સંગ્રહમાંથી થઈ હતી. આ મ્યુઝિયમમાં ૨૦૦ કરતાં વધારે કલાત્મક પતંગોનો સંગ્રહ સચવાયેલો પડયો છે જેમાંથી ૧૦૦ જેટલા પતંગને પ્રદર્શન (ડિસપ્લે)માં મુકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી થતી રહે છે.
હવે તો કળાના આવા ઉત્તમ નમૂના સમાન પતંગો બનાવનાર કારીગરો જ હવે રહ્યા નથી તે જોતાં આ પતંગ મ્યુઝિયમમાં સચવાયેલા પતંગો કળાની દ્રષ્ટિએ અનેરૃ મહત્વ ધરાવે છે. હવે વધુ વાત ન કરતા આ મ્યુઝિયમની ખાસ વાતો જાણી લઇએ…
ખાસ વાતો:
આ મ્યુઝિયમ પાલડી વિસ્તારમાં આવેલું છે.
મ્યુઝિયમ ૧૦ થી ૬ દરમિયાન ખુલ્લુ રહે છે.
અહી પ્રવેશ નિઃશુલ્ક છે.
આ મ્યુઝિયમ સોમવારે બંધ રહે છે.
પતંગના ઈતિહાસ અંગે રસપ્રદ માહિતી આપેલી છે
ફુવારા, પક્ષીઓ, નહેરુ-ગાંધી, જીઓમેટ્રીકલ ડિઝાઈનના પતંગો નો સમાવેશ થાય છે.
કાગળના અનેક ટુકડા જોડીને બનાવાયેલા આ પતંગો બનાવવામાં આવેલા છે
અત્યાર સુધીમાં ઉડાવાયેલા વિવિધ આકારના પતંગ વિષે માહિતી તેમજ વિવિધ જંતુઓના આકાર ધરાવતા પતંગો અંગે માહિતી પણ છે. આ સિવાય અહી અમદાવાદની ઉતરાયણની લાક્ષણિકતા દર્શાવતા ફોટા, વિમાનની રચનામાં પતંગનો શું રોલ તે વિષે માહિતી, માણસને ઉંચકતા પતંગો તેમજ સદીઓ પહેલાના ભારતિય શાસ્ત્રોમાં પતંગના ઉલ્લેખ અને તે ઉપરથી રચાયેલા મિનિએચર પેઈન્ટિંગ્સ અંગે માહિતી પણ ઉપલબ્ધ્ધ છે.