ઈશાનંદના લગ્ન ધામધૂમથી સંપૂર્ણ
ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન મુંબઈના એન્ટીલિયામાં સંપન્ન થયા. આ ગ્રાન્ડ લગ્નમાં બિઝનેસ વર્લ્ડ, બી ટાઉન, પોલિટીક્સ અને સ્પોર્ટ્સ જગતના ઘણા દિગ્ગજો શામેલ થયા. ઈશા અને આનંદે આ ખાસ અવસરે કોર્ડિનેટેડ આઉટફિટ પહેર્યું હતું. પરંતુ શું તમને ખબર છે કે ઈશાએ આ દરમિયાન કોઈ સ્ટાઈલિશ આઉટફિટ પહેરવાના બદલે પોતાની મમ્મીનું 35 વર્ષ જુનું લગ્નનું પાનેતર પહેર્યું હતું. પોતાની જિંદગીના આ ખાસ અવસરે ઈશાએ નીતા અંબાણીનું પાનેતર પહેરીને સૌ કોઈને ચોંકાવી દીધા.
લગ્ન માટે પહેર્યું ખાસ આઉટફીટ
ઈશાએ પોતાના લગ્નમાં પહેરાલા ક્રિમ કલરના ઘરચોળામાં સુંદર એમ્બ્રોડરી સાથે મુઘલાઈ જાળી, ફ્લોરલ પેનલ ઉપરાંત સૌથી બેસ્ટ જરદોઈ, વસલી અને નક્સી વર્ક કરવામાં આવ્યું હતું. લગ્નના આઉટફીટમાં ઈશાએ ઘરચોળા સાથે ખભા પર તેની મમ્મી નીતા અંબાણીનું પાનેતર મૂક્યું હતું.
નીતા અંબાણીના પાનેતરમાં જોવા મળી
રિપોર્ટ્સ મુજબ ઈશાના આ આઉટફીટને અબુ જાની અને સંદીપ ખોલસાએ ડિઝાઈન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજથી 35 વર્ષ પહેલા મુકેશ-નીતા અંબાણીના લગ્ન સમયે નીતા અંબાણીએ આ જ પાનેતર પહેર્યું હતું. ત્યારે દીકરી ઈશાએ પણ પોતાના લગ્નમાં મમ્મીની યાદગીરી સમાન પાનેતર ધારણ કરીને ખાસ જૂની યાદો તાજી કરી દીધી હતી.
લગ્ન બાદ 450 કરોડના બંગલામાં રહેવા જશે
લગ્ન બાદ ઈશા 450 કરોડના ખર્ચે મુંબઈના વર્લીમાં તૈયાર થયેલા બંગલામાં રહેવા માટે જશે.