એક સોનાનો અવસર આજ આંગણે આવીને ઉભો છે ચાલો સૌ ભેગા મળીને તેને વધાવી લઈએ.એવો સોનેરી અને રુડોરૂપાળો અવસર એટલે આપણો માતૃભાષા દિવસ..નવેમ્બર ૧૯૯૯થી ઉજવવાની શરૂઆત યુનેસ્કોએ કરી હતી.ત્યારબાદ વર્ષ ૨૦૦૦થી દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ વૈશ્વિક લેવલે આ માતૃભાષા દિવસ ઉજવાય છે.આપણી ધન્યતાઓ તો એ છે કે આજે આપણને આવા મોકાઓ મળી રહ્યા છે.
જયારે માતૃભાષાની વાત હોય ત્યારે મોમાંમાંથી શબ્દ સરી પડે કે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય.આપણી ગુજરાતી ભાષા જેને વિશિષ્ટ અને અનેરી સંસ્કૃતિ આપી.સંસ્કારોનું સિંચન કર્યું..એક અભિવ્યક્તિ તરીકેનું માધ્યમ જ આપણી માતૃભાષા છે..ચાલો સૌ તેનું જતન કરીએ..આપણને નાનપણથી બોલતા શીખવ્યું…જેમાં પેલો શબ્દ જ ‘માં ‘ બોલાયેલો હોય છે.હવે વિદેશી ભાષા આપણા પર રાજ કરી ગઈ છે ત્યારે છે.દાદા,કાકા,માસા,મામા આપણને આપણી માતૃભાષામાં આટલા શબ્દો મળતા જયારે હવે અંગ્રેજીમાં માત્ર અંકલ….
આપણા વિચારો આપણે આપણી માતૃભાષા માં જ પ્રગટ કરીએ છીએ..કોઇપણ ભાષાઓ ભલે તમે જાણતા હોય પણ સપનાતો તમને તમારી માતૃભાષા માં જ આવશે.અને જે શબ્દો આપણા હદયસ્પર્શી થઇ જાય એ જ આપણી માતૃભાષા…ચાલતા ચાલતા કયાંક પડી જઈએ છીએ ત્યારે આપને બોલી ઉઠીએ છીએ કે વાગ્યું,લાગ્યું,પડ્યો,આ જ્ઞાન જ શરૂઆતથી માતૃભાષા તરફથી જ મળે છે..નાનપણમાં આપણા બા કે માં મસ્ત મજાના શબ્દોમાં હાલરડું ગાતા હવે જાણે હાલરડું જ ક્યાંક ખોવાય ગયું છે…એવા શબ્દ જે આપણે સૌ નાનપણથી સાંભળતા આવ્યા એવા અમુલ્ય શબ્દ જ જાણે ગાયબ થઇ ગયા.અને હવે આપણી માતૃભાષા બોલતા જ લોકો શરમ અનુભવી રહ્યા છે..
અંગ્રજી ભાષાનું પ્રભુત્વ વધતા આપણી માં સમાન ભાષા જ સૌ કોઈ ભૂલતા ગયા..“છતે મા,પારકી મા સારી લાગે ખરી?”, વાંચન,વાણી લેખન કૌશલ્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ. માતૃભાષા દ્વારા,‘વાંચે ગુજરાત’ માણે ગુજરાત ,અનુભવે ગુજરાત,પામે ગુજરાત આ અભિયાન આપણા સૌનો છે..આપણું સાહિત્ય,આપણી માંતુભાષા જીવંત રાખવા કવિઓ દ્વારા સારા લેખ લખાય છે,નાની નાની શોર્ટ ફિલ્મ બનાવાય રહી છે.માતૃભાષામાં જ સુંદર કવિતાનું સર્જન થઇ રહ્યું છે.ત્યારે બોલાય જ જાય જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી…અને જ્યાં ન પહોંચે કવી ત્યાં પહોંચે ગુજરાતી…હા જયારે વતન છોડી આપણે પરદેશ જઈએ ત્યારે માં અને માતૃભાષા જ યાદ આવી જાય અને અંતે આંખ ભીની કરાવી દેય છે.
એવા શબ્દ આજે પણ યાદ આવી જાય માવતર પણ હવે એ જ શબ્દને સૌ કોઈ સારું લગાડવા માટે હવે પેરેન્ટ્સ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો.આ માવતર શબ્દમાં જે ભાવ હતો.જે લાગણી હતી તે આજે અંગ્રેજી શબ્દમાં નથી..સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,મળી માતૃભાષા મને ગૂજરાતી.ગાયબ છે જે વાક્ય એ રમતો જેમાં આપણે આપણું બાળપણ વિતાવ્યું અડકો દડકો દહીં દડુકો શ્રાવણ ગાજે પીલું પાકે ઊલ મૂલ ધંતુરાનું ફૂલ સાકર શેરડી ખજૂર…ગોળ ગોળ ટમેટું તો જાણે કોઈક ગોખલામાં જ કેદ થઇ ગયું.આપણી માવડી ગુજરાતી છે…અને અંગ્રેજી ભલે આપણી માસી હોય પણ માં ઈ તો માં કેમ કે માના તોલે માસી ન આવે… અને હવે તો ગુજરાતી ભાષાના હજારો શબ્દો લુપ્ત થતા જાય છે.
એક ભાષા હોય,એક સંસ્કૃતિ અને એક વિશ્વ તરફ આજકાલ સૌ પ્રયાણ કરી રહ્યા છીએ.ત્યારે ધીમે ધીમે વિશ્વ એકાકાર થઈ રહ્યું છે. બાર ગાઉં બોલી બદલાય એ કહેવત સાચી પડી રહી છે.જે આપણી પ્રાદેશિક ભાષા છે.આપણી સ્થાનિક ભાષા છે,આપણી માતૃભાષાની સુવાસ ખુબ જ સુગંધી છે.પણ તેની સુવાસનું ભવિષ્ય હવે જોખમમાં છે એક ભયમાં છે.ચંદ્રકાંત બક્ષીજીએ એક વાર કહ્યું હતું કે જ્યાં સુધી દેશવિદેશમાં વસતાં ગુજરાતીઓના ડાઇનિંગ ટેબલ પર ગુજરાતી અથાણું રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષાને કાંઈ થવાનું નથી.ગામડામાં વસતા દાદા દાદી પાસે આપણા માં બાપ પાસે જે ગુજરાતી કહેવતો હતી જે મહાવરો હતો તે ભાષાની સમૃદ્ધિ હતી જે ભાષાનો વૈભવ હતો તે હવે બચ્યો જ નથી …ભાષાનો ચળકાટ ખોવાઈ ગયો છે.જેનાથી આપને સૌ બોલતા શીખ્યા અ કક્કો જ ગાયબ છે…
કેમ કે હવે આવી ગઈ છે સુપર ડુપર સ્માર્ટ એ.બી.સી.ડી. વસતા હતા જ્યાં એક જમાનામાં ખોરડા ત્યાં ઘરે ઘરે શબ્દ હતો વહુ માટે પુત્રવધુ કે જે પુત્રથી પણ વધુ છે .અને હવે એ ખોરડા નથી રહ્યા હવે રહી છે માત્ર નગરતણી મહેલાતો અને શબ્દ થઇ ગયો પુત્રવધુમાંથી વાઈફ …ગજ ગજ ફૂલી રહી છે છાતી મારી …કેમ કે હું ને મારી ભાષા બન્ને છે ગુજરાતી.
મળી છે માં તરીકે ભાષા ગુજરાતી
વિવિધતામાં એકતા છે મારી ગુજરાતી
માના ધાવણ પછી માનું છું મારી બીજી માં મારી માતૃભાષા ગુજરાતી