ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં કોરોનાના સંક્રમણના કેસોને જોતા લોકડાઉનને વધુ એક વખત લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારે નાના વેપારીઓ માટે મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે ‘આત્મનિર્ભર ગુજરાત’ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે.
અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે.
નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે.