ગુજરાતના સુરતના વરાછા વિસ્તારમાં રહેતા લોકોએ કલેક્ટરને લોહીથી પત્ર લખીને અરજી કરી છે. ઘણા સમયથી સોસાયટીના લોકોએ સુરત મહાનગરપાલિકાને તેમની માંગણીઓ અંગે અરજી કરી હતી, પરંતુ કોઈ ફાયદો થયો ન હતો.
આપને જણાવી દઈએ કે, જનતા નગર સોસાયટીમાં 95℅ થી વધુ મકાનો ભાડા પર છે. આ મકાનોના કોમર્શિયલ ઉપયોગને લઈને સોસાયટીમાં વિરોધ થઈ રહ્યો છે.
આથી સ્થાનિક લોકોએ આ મામલે સુરત મહાનગરપાલિકાને લેખિતમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે આજ સુધી આ મામલાઓ પર કોઈ કાર્યવાહી ન થતા લોકોએ પોતાના લોહીથી પત્ર લખીને કલેકટરને આવેદન આપ્યું છે. આ ઉપરાંત આગામી 15 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવી શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.