ગુજરાતમાં વરસાદની મહેર જામી છે,ત્યારે ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદી-નાળા તેમજ ડેમમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી જ્યાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના 195 માર્ગ હાલમાં બંધ થઇ ગયા છે. રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના પગલે આણંદ અને કચ્છના 2 રાષ્ટ્રીય ઘોરી માર્ગ પણ બંધ થયા છે.રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે.
રાજ્યમાં ભારે વરસાદથી 195 માર્ગો બંધ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 2 રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ થયા છે. જેમાં આણંદ અને કચ્છના 2 રાષ્ટ્રીય ધોરી માર્ગ બંધ થયા છે.આ સાથે ભારે વરસાદના પગલે 12 સ્ટેટ હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે.
જેમાં ભરૂચમાં 3, કચ્છ અને પોરબંદરમાં 2-2 રોડ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વડોદરા, રાજકોટ, ભાવનગર અને જૂનાગઢમાં 1-1 રસ્તો બંધ કરવામાં આવ્યો છે.આ સાથે સાર્વત્રિક વરસાદના પગલે અન્ય વિસ્તારમાં 9 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. આ સાથે રાજ્યમાં પંચાયત હસ્તકના 172 રસ્તાઓ બંધ કરાયા છે.
જેમાં સુરતમાં 34 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરાયા છે. આમ ભારે વરસાદના પગલે રસ્તાઓ બંધ થતા STની ટ્રીપો પણ રદ કરવામાં આવી છે.