દેશમાં ચોમાસાને લઇને સારા સમાચાર આવી રહ્યા છે. સતત ત્રીજા વર્ષે પણ દેશમાં ચોમાસું સારું રહે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં સરેરાશ ૯૮ ટકા વરસાદ પડવાની આગાહી દેશના હવામાન વિભાગે કરી છે.
આ સાથે જ જૂનમાં સરેરાશ કરતા વધુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થશે, આગામી 5 દિવસ સવારે ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ થશે. જણાવી દઈએ કે ભારતમાં સારા ચોમાસાની સીધી અસર ઈકોનોમી પર પડે છે.
સારા ચોમાસાનો અર્થ એ કે ઈકોનોમીને મજબૂતી મળે છે. તેનું કારણ એ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. સારું ચોમાસું રહે એટલે અઢકળ કૃષિ પેદાશો પેદા થાય છે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તો ઈકોનોમીને ચોક્કસ પણે મજબૂતી મળશે.