ભારતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને કુલ 126 કેસ દાખલ થયા છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ કાશ્મીરમાં એક-એક કેસ દાખલ થયો. જ્યારે કર્ણાટકમાં બે અને કેરળમાં કોરોનાના ત્રણ નવા કેસ દાખલ થયા. આ સાથેજ દેશમાં કુલ સંક્રમિત વ્યક્તિની સંખ્યા 126 થઈ છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ વર્ષના બાળકોને કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાળકીના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મતે 13 લોકોને સારવાર બાદ તબિયત સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી મૃત્યુઆંક બે છે. કોરોનાને વકરતો રોકવા માટે વધુ કેટલીક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. જેમાં યુરોપીય યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રિકોને 18 માર્ચથી આગળના આદેશ સુધી આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આજ કારણોને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે..
વડોદરામાં કોરોના દહેશતને પગલે કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું. ઝોન વાઇસ ટીમો બનાવી જાહેરમાં થૂંકનાર 31 નાગરિકો પાસેથી 8500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. ૯૪૭ જગ્યા પર જંતુનાશક દવાઓનો, 2465 કિલો મેલેથિયોન અને 5670 કિલો લાઇમ પાવડરનો છટકાવ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ અંગે જનજાગૃતિ લાવવા ૫૦ જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. સયાજીબાગ ખાતે જંતુનાશક દવાનો છંટકાવ કરી જનજાગૃતિ બેનર મૂકવામાં આવ્યા છે. તેમજ ટિકિટબારી પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરામાં કોરોના દહેશતને પગલે કોર્પોરેશન લેશે આ એક્શન
ઝોન પ્રમાણે જાહેરમાં થૂંકનાર સામે કરવામાં આવશે દંડની કાર્યવાહી
૩૧ નાગરિકો પાસેથી રૂ. ૮૫૦૦ દંડ વસુલવામાં આવ્યો
૯૪૭ જગ્યા પર જંતુનાશક દવાનો છંટકાવ
૨,૪૬૫ કિલો મેલેથિયોન અને ૫,૬૭૦ કિલો લાઈમ પાવડરનો છંટકાવ
જનજાગૃતિ માટે ૫૦ જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા
સયાજીબાગ ખાતે જંતુનાશક દવાનો છંટકાવ
ટિકીટબારી પર હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી
ભારતમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
અમેરિકામાં શરૂ થશે કોરોનાની રસીનું પરીક્ષણ
વિશ્વભરમાં લોકો જીવલેણ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમેરિકાએ મંગળવારથી રસીના પરીક્ષણની જાહેરાત કરી દીધી છે. નિષ્ણાતોના મતે તો રસી તૈયાર કરવામાં 3થી લઈને 18 મહિનાનો સમય લાગી શકે છે. પરંતુ અમેરિકાએ રસી તૈયાર કરવામાં ઝડપ દાખવી છે. જોકે રસી કેટલી કારગત સાબિત થાય છે એ તો પરીક્ષણ પછી જ ખબર પડશે. અમેરિકામાં પ્રાથમિક ધોરણે 45 દર્દીઓને આ રસીનો ડોઝ આપવામાં આવશે. અમેરિકાના સિએટલમાં આવેલી કૈઝર પરમેનેન્ટ વોશિંગ્ટન હેલ્થ રિસર્સ ઈન્સિટયૂટે આ પહેલ કરી છે.સમગ્ર દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 162,774 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. 6460 લોકોના મોત થઈ ચૂક્યા છે. ચીન બાદ સૌથી ખરાબ હાલત ઈટલીની છે.
ઈરાનમાં 113,સ્પેનમાં 100 અને ઈટાલીમાં કુલ મૃત્યુઆંક 1809ને પાર