ગુજરાતમાં કોરોનાવાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રેડ ગ્રીન અને ઓરેન્જ ઝોન નક્કી કરવામાં આવ્યા છે ત્યારે જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ છે ત્યાં કોરોનાના કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 6 મહાનગર પાલિકા અને 31 જિલ્લાઓમાં આવા વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યમાં 31 જિલ્લા અને 6 મહાનગર પાલિકા વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોનની આખી યાદી જાહેર કરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલા છે. રાજ્યમાં ઓરેન્જ અને રેડ ઝોનના જિલ્લાઓના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ, બફર ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 6662 પર પહોંચી છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયા છે. આમ, રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 369 દર્દીઓના મૃત્યુ થયાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 291 કેસ નોંધાયા હતા.