ગુજરાતના CMO અગ્ર સચિવ અશ્વિનિ કુમારે આજે ડિજિટલ પ્રેસના માધ્યમથી જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારના આર્થિક પેકેજની જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવશે. આ અંગે CM રૂપાણીએ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી હોવાની વાત પણ જણાવી હતી.
CMO સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતુ કે, આજે બપોરે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામન 4 વાગે આર્થિક પેકેજની જાહેરાત કરશે જેમાં ગુજરાતમાં શું લાભ મળશે તેના ઉપરથી, દુકાનદારો, વેપારી, ખેડૂતથી લઈને છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તે માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. આ અંગે આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાની જિલ્લાવાર સમીક્ષા કરવામાં આવી છે. અને એક ઈકોનોમિકલ રિવાઈવલ મેજર્સ સજેસ્ટ કમિટી રચવામાં આવી હતી.
કોવિડ 19ની પરિસ્થિતિમાં થયેલા નુકસાન અને આર્થિક સ્થિતિની સમીક્ષા અને સૂચનો માટે ઈકોનોમિક રિવાઈવલ મેજર્સ સજેસ્ટ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં અધ્યક્ષ તરીકે ભારત સરકારના પૂર્વ નાણાસચિવ હસમુખ અઢિયા મહામારીની સ્થિતિ બાદ આર્થિક ગતિવિધિઓમાં પુન: ગતિવાન બનાવવા માટે આ સમિતિ રચવામાં આવી છે. સભ્ય કરીકે IIMના એક્સ પ્રોફેસર રવિન્દ્ર ધોળકિયા, એક્સ સિનિયર ટેક્સ ઓફિસર મુકેશ પટેલ, પ્રદિપ શાહ, એક્સ આઈએએસ ઓફિસર કિરિટ શૈલતની નીમણૂંક કરવામાં આવી. આ કમિટિના સચિવ તરીકે એમ થેન્નારસનને નિમવામાં આવ્યા.
આર્થિક નુકસાનીનો અંદાજો મેળવીને ભલામણ કરશે. બજેટની સમીક્ષા કરીને સુધારા સુચવશે. અન્ય દેશમાંથી ગુજરાતમાં રોકાણ લાવવા માટે યોગ્ય પોલીસની ભલામણ સૂચવશે. આર્થિક રિવાઈવલ માટે લાંબા અને ટુંકાગાળાના સાહસો માટે સૂચનો કરશે. 2 અઠવાડિયામાં સૂચનાઓ તૈયાર કરી રાજ્ય સરકારને આપશે.