વિશ્વમાં અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા હોય. ત્યારે સારા સમાચાર હોય શકે ખરા? હા…
ભારત માટે ખૂબ સારા સમાચાર એ છે કે ભારતમાં કોરોનાનો પ્રભાવ ખૂબ નબળો છે, તેનું મુખ્ય કારણ છે અહીં નું દ્ધીકલ્પીય વાતાવરણ. સાથે ગરમી પણ ભારતમાં કોરોનાનો પ્રભાવ ઓછો કરવાનું માધ્યમ બની રહી છે, જે ભલે કોરોનાને મારી ન શકે પણ બચાવી તો રહીજ છે, તેમાં કોઈ શંકા નથી. જેના માટે એક મહત્વનો આંકડો સમજવો પડે. કે અમેરિકામાં 1095210 કેસની સામે 63861 ના મોત થયા છે જો આ મૃત્યુઆંકની સરખામણી ભારત સાથે કરવામાં આવે તો ભારતમાં 35043 કેસની સામે 2043 મૃત્યુ થવા જોઈએ પણ ભારતમાં માત્ર 1154 મૃત્યુ થયા છે. તેવીજ રીતે અમેરિકાના 1095210 કેસની સામે 155737 કેસની રીકવરી થઈ છે જ્યારે ભારતની વાત કરીતો 35043 કેસની સામે 9068 લોકો રીકવર થઈ ચુક્યા છે જેનો આંકડો ખરેખરમાં અમેરિકાની સરખામણીમાં 4983 હોવો જોઈએ.
ભારતની આરોગ્ય સંસ્થા સ્વીકારી ચુકી છે કે ભારતમાં 80% દર્દીઓને કોરોનાના કોઈ લક્ષણ દેખાતા જ નથી. માટે ભારતમાં ‘કોરોના’ એક સામાન્ય રોગની જેમ સાબિત થઈ રહ્યો છે, જેના દર્દીઓ હરી-ફરી શકે છે અને દરેક પ્રવૃત્તિ સરળતાથી કરી શકે છે. માટે કોરોના નામનો દાનવ અહીંના લોકોના જીવ લેય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે, તેમ છતાં સાવચેતી અને સુરક્ષા અત્યારના સમય પુરતી તો દરેક જાગૃત નાગરિક માટે પ્રાથમિકતા હોવી જોઈએ. માટે ઘરમાં રહો અને ખાસ કરીને વૃદ્ધ અને બાળકોની કાળજી રાખો એજ કોરોના માટેનું બ્ર્હાસ્ત્ર સાબિત થશે.
(આંકડાકીય માહિતી source : www.worldmeters.info/coronavirus/ date : 30/4/2020 time : 5:30 pm)