ગુજરાતમાં કોરોના વાયરસે જાણે ભરડો લીધો હોય તેમ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસો અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.
26 એપ્રિલથી 27 એપ્રિલ સાંજ સુધીમાં કોરોનાના નવા 247 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3548 થઈ છે.
રાજ્યમાં કોરોનાના જે નવા આંકડા સામે આવ્યા છે તેમાંથી અમદાવાદમાં 197 કેસ સામે આવ્યા છે..
અમદાવાદ ઉપરાંત સુરતમાં 30, વડોદરામાં 6, ગાંધીનગરમાં 5, પંચમહાલમાં 3, આણંદમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે જામનગર, બોટાદ, ડાંગ અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે. તો આજે 11 દર્દીઓના કોરોનાના કારણે મોત નિપજ્યા છે.
તો 81 દર્દીઓની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે… આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં હાલ 31 દર્દીઓ વેન્ટીલેટર પર છે. સાથે જ 2691 લોકો સ્ટેબલ છે.
તો રાજ્યમાં અત્યાર સુધી કુલ 53575 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 3548 પોઝિટિવ આવ્યા છે તો 50027 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.